અમારું મિશન
પાટીદાર સમાજને સમર્પિત
સમાજનું ઋણ અદા કરવાનો અવસર
૧૦૦ ટચનું સત્ય
સરળતા, સહજતા, સેવા
ગુપ્તદાન:મેડીકલ સહાય કરવા હું તૈયાર છુ
પાટીદાર સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડીકલ સહાય કરવા માટેના અત્યંત મહત્વપૂર્ણ ગુપ્તદાન પ્રોજેક્ટ ના સભ્ય બનવા નીચેની લિંક ઓપન કરો અને ગુપ્તદાન કરો ગરીબ અને મધ્યમ વર્ગના પાટીદાર સમાજના લોકો માટે મેડીકલ સહાય કરવાના અત્યંત મહત્વપૂર્ણ ગુપ્તદાન પ્રોજેક્ટ ની લિંક વધારેમાં વધારે પાટીદાર ભાઈ-બહેનોને ફોરવર્ડ કરો અને પુર્ણ્યકર્મ માં સહભાગી બનો.
વધુ માહીતી માટે કોલ કરો
જ્યોતિ પટેલ
૯૮૨૫૧ ૭૯૭૮૧
સંસ્થાના સભ્યો
જ્યોતિ પટેલ
ગુજરાતના વેલનોન સિનીયર જર્નાલિસ્ટ જ્યોતિ પટેલ સતર્કતા ગ્રુપ, ૐ શિવાર્પણમ્ ગ્રુપ, પ્રાઉડ ફોર યુ વેબ ન્યુઝ, પ્રાઉડ ફોર પાટીદાર વેબ ન્યુજ ના ચિફ ફાઉન્ડર છે. નિર્દોષતા, સરળતા અને સહજતાના સંસ્કાર ધરાવતા જ્યોતિ પટેલ પાટીદાર સમાજ માટે નિર્પેક્ષ, નિ:શ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવા કાર્યો માં સતત વ્યસ્ત છે. પાટીદાર સમાજ માટે સમર્પિત જ્યોતિ પટેલ નો ડ્રિમ પ્રોજેક્ટ એટલે ગુપ્તદાન પ્રોજેક્ટ.
ડો. દિનેશ પટેલ
સતત સંઘર્ષ કરીને તબીબ બનેલા ખેડૂત પુત્ર ડો. દિનેશ પટેલ આજે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. દેવશ્ય હોસ્પિટલ ની સ્થાપના કરી છે. અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક કિડની લિવર ટ્રાન્સપ્લાન્ટ સહિતના ઓપરેશન કરી ચુક્યા છે. પાટીદાર સમાજનું ઋણ ચૂકવવા સદૈવ તત્પર ડો. દિનેશ પટેલ ખુબ સરળ વ્યક્તિત્વ ધરાવે છે. ગુપ્તદાન પ્રોજેક્ટ માટે ખુબ ઉત્સાહી છે.
ડો. ભાર્ગવ પટેલ
ખુબ સરળતા અને નિખાલસ સ્વભાવના ડો. ભાર્ગવ પટેલ એમડી સર્જન છે. સાયન્સ સીટી રોડ પર સીટી હોસ્પિટલની સ્થાપના કરી છે. પાટીદાર સમાજની નિ:શ્વાર્થ અને સમર્પિતતાના ભાવથી સેવાનો દ્રઢ સંકલ્પ ધરાવતા ડો. ભાર્ગવ પટેલ ગુપ્તદાન પ્રોજેક્ટ ના સહયોગી છે.
ધીરજ પટેલ
સાયન્સ સીટી રોડ પર રહેતા ધીરજ પટેલ મેડીકલ ઈક્વિપમેન્ટ પ્રોડક્શન કરે છે. સતત ચેવીસ કલાક મેડીકલ સેવા અને સમાજ સેવા જ તેમના જીવનનો સંકલ્પ છે.
સુરેશ પટેલ
અમદાવાદ સહિતના શહેરોમાં સુરેશ પટેલ દ્વારા આયુર્વેદિક સારવાર પધ્ધતિ અને કાંશ્ય થેરાપી પધ્ધતિનો નિ:શ્વાર્થ પ્રચાર પ્રસાર કાર્ય થઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિ ને મેડીકલ સહાય માટે સતત વ્યસ્ત સુરેશ પટેલ પાટીદાર સમાજ પ્રત્યે સમર્પિત છે.
ડો. સ્નેહલ અને મીરા
ડો. સ્નેહલ જાણતા કવિયત્રી છે, જે ગુજરાતી સાહિત્ય ના પ્રચાર પ્રસાર તથા મેડીકલ સહાય માટે સતત પ્રયત્નશીલ રહે છે. વિડિયો એડીટર અને એનિમેશન ક્રિએટર મીરા માનવ સેવા અને સેવ એન્વાયર્મેન્ટ, સેવ એનીમલ અને સેવ બર્ડ્સ માટે કાર્યરત છે. સતર્કતા ગ્રુપ ના કો. ઓર્ડીનેટર છે.
અમ્રુતભાઈ પટેલ
પાટીદાર સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વિ દિકરા દિકરીઓને શૈક્ષણિક સહાય માટે પોતાની આવકની તમામ રકમ દાન કરનાર લોકો પાયલોટ અમ્રુતભાઈ પટેલ ગુપ્તદાન પ્રોજેક્ટ ને ડ્રિમ પ્રોજેક્ટ ગણાવે છે. સદૈવ પાટીદાર સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સેવા માટે ચિંતન કરી ચિંતા કરતા રહે છે.
ડો. બીરેન પટેલ
ડો. બીરેન પટેલ બાળપણથી જ માનવસેવા માં સદાય સક્રિય રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મેડીકલ સહાય માટે આદિવાસી ક્ષેત્ર ને પસંદ કર્યું છે. દાહોદ માં મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ ની સ્થાપના તેમનો જીવન મંત્ર છે.