લાચારી, આપત્તી અને ગરીબાઈ નો અંત દાન દ્વારા સંભવિત છે
દાન સર્વશ્રેષ્ઠ માનવ કર્મ
તમારું રૂપિયા માત્ર નું દાન અમારા માટે મૂલ્યવાન
સમાજ દ્વારા સમાજ નું કલ્યાણ
સતર્કતા ગ્રુપનો અત્યંત મહત્વપુર્ણ પ્રોજેક્ટ છે. ગુજરાત રાજ્ય મેડીકલ હબ અને મેડીકલ ટુરીઝમ બની ચુક્યું છે. વિશ્વભરના દર્દીઓ, તબીબો, વૈજ્ઞાનિકો, ફાર્માસીસ્ટ, પેરામેડીકલ સહીતના તમામ ક્ષેત્રોના તજજ્ઞો અને ઉદ્યોગ સાહસિકોની નજર ગુજરાતના મેડીકલ હબ પર સ્થિર થઈ છે. વિશ્વભરના સેંકડો દર્દીઓ સારવાર માટે ગુજરાત આવે છે. મેડીકલ ક્ષેત્રમાં સુક્ષ્મ સંશોધનો થઈ રહ્યા છે. માનવ શરીર પર આક્રમણ કરતા નવા નવા રોગોના સ્પષ્ટ અને સચોટ સારવારની ટેકનીક વિકસાવવામાં આવી રહી છે. સતત વધતી જતી મોંઘવારી, જીવન શૈલી, અકલ્પનીય ખર્ચાઓ સામે આવક વધતી નથી. પાટીદાર સમાજના મધ્યમવર્ગ અને ગરીબ વર્ગના લોકોના બઝેટ ખોરવાઈ જાય છે. જેના કારણે મધ્યમવર્ગના પરિવારોના સભ્યોને આર્થિક, માનશિક અને શારિરીક અસહ્ય યાતનાઓ ભોગવવી પડે છે.
દર્દીઓ માટે નું ફોર્મ
પાટીદાર સમાજ ના દર્દીઓ માટે ડૉક્ટર/આરોગ્ય સંસ્થા દ્વારા ભરવા માં આવતી માહિતી જેમાં દર્દી ની અંગત વિગતો અને તેને આર્થિક સહાય ની વિગત નોંધાશે, દર્દી ના સરકારી અને તબીબી દસ્તાવેજો સાથે. આર્થિક સહાય મેળવવા માટે કેટલી જે શરતો છે તે બીજા પાના પર જણાવેલ છે, જેની નોંધ લેવા વિનંતી
દાનકર્તા માટે નું ફોર્મ
દાનકર્તાઓ એ આ ફોર્મ ભરી ને દાનકર્તા ની યાદી માં નામ નોધાવવું
દર્દીઓ માટે નું ફોર્મ
સમાજમાં દાન નું મહત્વ
સ્રુષ્ટિમાં વ્યાપ્ત તમામ ધર્મ અને સંપ્રદાયોના ધર્મગ્રંથોમાં દાનનો વિશિષ્ટ મહિમા સમજાવામાં આવ્યો છે. પ્રતિમાસ જે આવક થાય છે તેમાંથી ચોક્કસ રકમનું દાન કરવાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. આપણે જે કમાણી કરીયે છીએ તેમાંથી રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા, સમાજ સેવા, અને પરિવાર સેવા સહીતના કર્યો પાછળ ચોક્કસ રકમનું દાન કરવાનો મહિમા છે.
આપણી કમાણીમાં થી નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ આપણી નૈતિક ફરજ છે. દારૂ, જુગાર, વ્યસનો, અનૈતિક સંબંધો, ખંડનાત્મક પ્રવૃતિઓ કે અધર્મ માર્ગે ખર્ચાતી લક્ષ્મી અધઃપતન તરફ દોરી જાય છે.જ્યારે સેવા કર્યો પાછળ કરવામાં આવતો ખર્ચ લાભદાયી,શુભદાયી અને ફળદાયી સાબિત થાય છે.જે વ્યક્તિની કમાણી સદ્કાર્યો પાછળ વપરાય છે, તે પરિવારસુખ, સંપત્તિ , સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરે છે. આપણા સમાજમાં દરેક વ્યક્તિને શોષિત, પિડિત અને લાચાર વ્યક્તિને મદદ કરવાના સંસ્કારો વારસામાં મળેલા હોય છે. સર્વે ભવન્તુ સુખીન: ની ભાવના આપણને સંસ્કારમાંથી મળે છે. સર્વેના કલ્યાણની ભાવના જ સર્વોત્તમ છે.આવો આપણે સહું સાથે મળી નિ:સહાય, લાચાર અને પિડિત પરિવારનું પીઠબળ બની પુણ્યકાર્ય માં સહભાગી બની જીવનને ધન્ય ધન્ય બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ. તમારો માત્ર એક રુપીયો, બે રુપીયા, પાંચ રુપીયા કે દશ રુપીયા પરિવારની વ્યક્તિને નવજીવન આપવા નિમિત્ત બને.
જે પરિવાર પર વિપત્તી આવી પડી છે તેવા નિ:સહાય પરિવાર માટે અન્નદાન પણ કરવાના પવિત્ર યજ્ઞમાં સહભાગી બનીએ.
ગુપ્તદાન કેવી રીતે આપના કરેલા દાનની રકમ દર્દીઓ સુધી પહોંચાડે છે
Our Tourists Say
Thanks for a wonderful tour! I have long dreamed of visiting the Hindu monasteries of India.
Emma Lee
It was the best tour ever! I got a lot of impressions of beautiful places and breathtaking views.
Liam Gordon
It is the perfect tour! I also visited the most beautiful temples and monasteries in India.
Noah Moore
Went on this tour with the whole family. Super! Everyone liked the ancient temples!
David Bowman
દાન મેળવવા માંગતા વ્યક્તિ એ ગુપ્તદાન ટીમને સંપર્ક કરવું.
ગુપ્તદાન કઈ રીતે કરશો ?
ગુપ્તદાન કરવા ઈચ્છતા દાનેશ્વરી દાતાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને મદદની આવશ્યકતા ઉભી થશે તો તે અંગે ગુપ્તદાન કરતી ટીમના મોબાઈલ ફોન પર મેસેજ આપવામાં આવશે. સાથે પિડિતના બેંક એકાઉન્ટની લિંક મોકલવામાં આવશે. જે લિંક ઓપન કરીને બેંક એકાઉન્ટ, ફોન પે ગુગુલ પે પર માત્ર રુપીયો એક, બે રુપીયા, પાંચ રુપીયા કે માત્ર દશ રુપીયા(યથા શક્તિ) ટ્રાન્સફર કરવાના રહેશે. દાન મેળવનાર ને ક્યારેય શરમજનક કે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો નહીં પડે. મદદ માટે હાથ લાંબો કરવાની લાચારી સહન કરવી નહીં પડે.
ડૉક્ટર યાદી
ડો. ભાર્ગવ પટેલ
( એમ. ડી. ફીઝીશીયન)
સુપર સ્પેશીયાલીટી સર્વિસ-સર્જન જોઈન્ટ રીપ્લેસમેન્ટ સર્જરી ( શોલ્ડર, knee&hip), એથ્રોસ્કેપી એન્ડ સ્પોર્ટ્સ મેડીસીન, સુપર સ્પેશીયાલીટી સર્વિસ મેડીસીન, સ્પેશીયલ ખેર સેન્ટર(કીમોથેરાપી, ડાયાલિસીસ, ડાયાબીટીસ ખેર, ફીઝીયોથેરાપી), સ્પેશીયાલીટી સર્વિસ મેડીસીન (જનરલ મેડીસીન, પીડીયાટ્રીક, ફીજીયાથ્રીક, ડર્મેટોલોજી)
સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ